બનાસકાંઠાના જળપ્રલય સમયે વ્હારે આવ્યા

૨૦૧૭ માં વિનાશક પૂરે સમગ્ર બનાસકાંઠા જિલ્લાને ધમરોળી નાખ્યો હતો, જેમાં ૨૦૦ થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. બનાસકાંઠાના આજ સરહદી વિસ્તારના સર્વાંગી વિકાસનું સ્વપ્ન શ્રી શંકર ચૌધરીએ સેવ્યુ છે ત્યારે મુશ્કેલીના સમયમાં એક ક્ષણની પણ રાહ જોયા વગર તેઓ રાહતની કામગીરીમાં જોડાયા હતા. રાહત દળો આવે તે પહેલા જ તેઓ પૂર પ્રભાવિત વિસ્તારોમાં પહોંચી ગયા હતા અને સ્થાનિક સ્તર પર ઉપલબ્ધ સંસાધનોની મદદથી બચાવ કામગીરીનો પ્રારંભ કરેલ હતો.

ત્યારબાદ જ્યારે બચાવ ટુકડીઓના જવાનોએ મોરચો સંભાળ્યો ત્યારે પણ તેમણે વિસ્તારની ભૌગોલિક સ્થિતિની, ખાસ કરીને અંતરીયાળના ગામોની વર્ષોની ઊંડી સ્થાનિક સમજ હોવાના કારણે અંગત રસ દાખવીને રાત-દિવસ લોકોની સેવા કરીને સુનિશ્ચિત કર્યુ કે રાહત સામગ્રી માત્ર શહેરી વિસ્તારો સુધી સિમિત ન રહેતા પૂર પ્રભાવિત દરેક ગામ અને શેરી સુધી પહોંચે. આ બચાવ અભિયાનમાં ૧,૧૩,૦૦૦ નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી ૧૭,૦૦૦થી વધુ લોકોને ભારતીય સેના, ભારતીય વાયુ સેના (IAF), સીમા સુરક્ષા દળ (BSF), રાષ્ટ્રીય આપદા નિવારણ દળ (NDRF) અને રાજ્ય આપદા નિવારણ દળ (SDRF)ની મદદથી બચાવવામાં સફળતા મળેલ હતી.

યુવાનોને પ્રેરણા

પહેલાના સમયમાં બનાસકાંઠા અને પાટણનો સરહદી વિસ્તાર શૈક્ષણિક સુવિધાઓના અભાવે અનેક પ્રકારના સામાજિક કુરીવાજો અને ગેરકાયદે પ્રવૃતિઓથી પીડિત હતો. આ પંથકમાં શ્રી શંકર ચૌધરીએ આવી સમસ્યાઓના નિરાકરણ માટે અગ્રિમ ભૂમિકા ભજવી હતી. આ વિસ્તારમાં તેમણે અનેક વ્યસનમુક્તિ શિબિરોનું સફળ આયોજન કર્યુ કે જેના માધ્યમથી અનેક યુવાનોને માર્ગદર્શન આપીને તેઓએ જીવનની સાચી દિશાદર્શનનું કામ કર્યુ હતુ.

સીમાદર્શન

વાઘા બોર્ડર, સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે, અહીં યોજાતી સીમા સુરક્ષા દળ (બીએસએફ)ની ભવ્ય પરેડને નિહાળવી એક લ્હાવો છે.

ગુજરાત પણ એક સરહદી રાજ્ય છે, રાજ્યની સીમાઓ પાકિસ્તાન સાથે જોડાયેલ છે. આ સરહદનો ખૂબ મોટો વિસ્તાર બનાસકાંઠા અને કચ્છમાં આવેલ છે. આ ભૌગોલિક પરિસ્થિતિને શંકર ચૌધરીએ પ્રવાસન માટે એક મોટી તકના સ્વરૂપમાં નિહાળી. નાગરિકો આ સરહદની મુલાકાત લેતા થાય જેનાથી તેમનામાં દેશભકિત જાગૃત થાય તે માટે અહીં વિવિધ પ્રવૃતિઓનું આયોજન કર્યું. તેમણે વાઘા બોર્ડ પર યોજાતા કાર્યક્રમની તર્જ પર ગુજરાતમાં ‘સીમાદર્શન’ કાર્યક્રમની પહેલ કરી. તેમના અનેક પ્રયત્નોના ભાગરૂપે આ પહેલ સફળ બની તેમજ સ્થાનિક લોકો અને ભારતીય સેના વચ્ચે એક મજબૂત જોડાણની સાથે સ્થાનિક રોજગારીનું સર્જન પણ થયુ, આમ આ નવતર પહેલથી દેશની સુરક્ષામાં યોગદાન આપવાની ભાવના સાથે સ્થાનિક લોકો બી.એસ.એફ.ના ‘આંખ અને કાન’ની ભૂમિકા ભજવતા થયા. ભારતના આદરણીય વડાપ્રધાનશ્રી અને તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની આ ક્ષેત્રની વિકાસની ઝંખનાનું પરિણામ સ્વરૂપની વધુ એક આ યોજના એ દેશના સશક્ત નાગરિક કે જેનામાં દેશભક્તિની ભાવના ઓતપ્રોત છે તેની પરિપુર્તિ છે.

ગ્રામીણ અર્થતંત્રનું મજબૂતીકરણ

ભૂતકાળમાં ગ્રામ્યવિસ્તાર અને નાના શહેરોમાં રહેતા લોકોએ અસંખ્ય મુશ્કેલીઓનો સામનો કરેલ છે. શંકર ચૌધરીએ પણ પોતાના અંગત જીવનમાં આવી તમામ મુશ્કેલીઓનો અનુભવ કરેલ છે, જેથી જ તેમણે લોકોને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા માટે જરૂરી તમામ કામને પ્રાથમિક્તા આપી.

નર્મદાનું પાણી લાવીને બનાસકાંઠા અને પાટણ જિલ્લાની ઉજ્જડ જમીનને હરિયાળી બનાવવા તેમણે અથાગ પ્રયત્નો કર્યા છે. તેમણે જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોની આર્થિક ઉન્નતિ માટે નોધપાત્ર કામો કર્યા છે. વધુમાં તેઓએ આ વિસ્તારના ખેડૂતોને આધુનિક કૃષિ ટેકનોલોજી અને સાધનો ઉપલબ્ધ કરાવ્યા જેથી તે સરળતાથી વધુ સારૂં કામ કરી શકે.

આવા ગ્રામીણ અર્થતંત્રને પ્રોત્સાહન આપતાં હકારાત્મક અને પરીણામ લક્ષી અભિગમના કારણે હવે બનાસકાંઠા જિલ્લો કે જે પહેલા માત્ર દૂધ ઉત્પાદન માટે જાણીતો હતો, તે હવે બટાકા, દાડમ અને મગફળીની ખેતી માટે પણ નામના મેળવી રહ્યો છે. આ તમામ પ્રયાસોનો અંતિમ લાભ ખેડૂતો-પશુપાલકોને પ્રાપ્ત થઇ રહ્યો અને તેઓ આર્થિક રીતે વધુ સમૃદ્ધ બની રહ્યાં છે.

સ્વાસ્થ સેવાઓ સુલભ બનાવી

તેમના આરોગ્ય અને પરિવાર ક્લ્યાણ મંત્રી તરીકેના કાર્યકાળ દરમ્યાન શંકર ચૌધરીએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના એક સામાન્ય નાગરિકને ખૂબ ઓછા ભાવે દવાઓ ઉપલબ્ધ કરાવવાની નેમ સમાન યોજના “જન ઔષધી કેન્દ્ર”ને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ આગળ ધપાવીને સમગ્ર રાજ્યમાં ૪૦૦થી વધુ આવા કેન્દ્રોનું નિર્માણ કર્યું. આ ઉપરાંત તેમના પ્રયત્નોથી તેમના પ્રયત્નોથી મેડિકલ કોલેજોમાં બેઠકો અને પ્રવેશ લેતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. તેમજ તેમના કાર્યકાળ દરમિયાન એક આધુનિક સુવિધાઓથી સજ્જ હોસ્પિટલ અને કોલેજ સ્થાપવાના પ્રસ્તાવને મંજુરી મળી છે.

સમાજના ઋણની ચુકવણી

સમાજનું ઋણ ચુકવવાની ભાવના સાથે શંકર ચૌધરીએ શ્રી વિવેકાનંદ વિદ્યાલય, નાલંદા પ્રાથમિક-માધ્યમિક શાળા, નાલંદા ક્ન્યા શાળા-છાત્રાલય, આશ્રમ શાળા, સૈનિક શાળા જેવી અનેક સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓનો પ્રારંભ કરેલ હતો. તેમના સક્રિય પ્રયત્નોથી મેડિકલ કોલેજોની બેઠકો, આધુનિક સુવિધાઓથી સજ્જ હોસ્પિટલ્સ અને નવી મેડીકલ કોલેજો સ્થાપવા માટેની મંજૂરીઓ પ્રાપ્ત થઇ હતી.

પરિવર્તના પ્રહરી

શંકર ચૌધરીના પરિશ્રમી પ્રયાસો માત્ર ગ્રામીણ સમાજીક વિકાસ સુધી મર્યાદિત નથી, તેમણે શહેરી વિસ્તારોની સમૃદ્ધિ અને સુખાકારીને પણ તેટલું જ પ્રાધાન્ય આપ્યુ છે. ગુજરાત સરકારમાં શહેરી વિકાસ મંત્રી તરીકે તેઓએ અનેક યોજનાઓનો પ્રારંભ કરેલ હતો. ગુજરાત સરકારના સહીયારા પ્રયાસોથી જ તેમના કાર્યકાળ દરમિયાન યુનેસ્કોએ અમદાવાદને ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સીટી જાહેર કર્યું તથા ભવિષ્યમાં અમદાવાદની નવી ઓળખ સમાન મેટ્રો રેલ પ્રોજેક્ટના પાયા નંખાયા તેમજ તેની કામગીરી પણ તેજ ગતિથી શરૂ થઈ હતી. આ ઉપરાંત ભારતના આદરણીય વડાપ્રધાનશ્રી અને તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની એક સામાન્ય નાગરિકને પણ પોતાનું વ્યાજબી ભાવે ઘર હોય તે માટેની ક્રાંતિકારી “મુખ્યમંત્રી ગૃહ યોજના” અંતર્ગત _____ LIG-1, _____ LIG-2, _____ MIG-1 અને ______ MIG-2 નું નિર્માણ થયુ, જેથી લાખો કુટુંબને પોતાના ઘરનું સ્વપ્ન થયું સાકાર.