March 27, 2019

વાદી વસાહતનું નિર્માણ એટલે જેનું કોઇ નથી તેની પડખે ઉભા રહેવાનો સંતોષ

ગુજરાત વિવિધ સંસ્કૃતિઓ, ધર્મ અને માન્યતાઓ ધરાવતા લોકોનું વતન છે. જેમાં વાદી સમુદાય એક અળગ ઓળખ ધરાવે છે. તેઓ મુખ્યત્વે સાપ પકડનાર લોકો તરીકે ઓળખાય છે. આ વાદી સમુદાયના લોકો આશ્રયની શોધમાં ગુજરાતમાં આવ્યા હતા.