• આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત,

  બનાસ ડેરી દ્વારા સ્થાપિત ભારતના સૌથી મોટા ચીઝ પ્લાન્ટના ઉદ્દઘાટન સમયે
 • ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે,

  એક એવા શાનદાર નેતૃત્વ માટે આભાર વ્યક્ત કરતા, જેણે આપણે સહુને પોતાના લક્ષ્યાંકો પૂર્ણ કરવા માટે પ્રેરણા આપી
 • એક ઉત્તમ ભારતના સ્વપ્નની વહેચણી,

  જેમાં બહાદુર યોદ્ધાઓ દેશની સરહદની સુરક્ષા અને આ દેશને રહેવા માટે ઉત્તમ સ્થળ બનાવવા તત્પર રહે છે
 • જ્યારે પુરે બનાસકાંઠામાં વિનાશ વેર્યો

  તો એવુ અનુભવ્યુ કે મારી એ પવિત્ર ફરજ છે કે નિર્વાસીતોને મદદરૂપ થવા શક્ય તમામ પગલા ઉઠાવું

શ્રી શંકર ચૌધરી,
આ ધરતીના સંતાન

ખેડૂત કુટુંબમાં જન્મેલા, લગધીરભાઈ ચૌધરી અને રતનબેન ચૌધરીના સંતાન એવા શ્રી શંકર ચૌધરીનો રાજકીય કારકીર્દીનો પ્રવાસ ક્યારેય સરળ ન હતો. સંગઠન-સરકાર-સહકાર, આમ ત્રણે ક્ષેત્રોની અગ્રીમ હરોળની સમાંતર જવાબદારીઓ તેઓએ ખંતપૂર્વક નિભાવી છે.

એક નાના ગામડામાં જન્મ અને ઉછેર થયેલો હોવાથી તેઓએ હમેંશા ગ્રામીણ ઉન્નતિ માટે પ્રયત્નશીલ રહીને પરિશ્રમ કર્યો છે. તેમના આ જીવન પ્રવાસ સાથે ઘણી સિદ્ધીઓ અને ઉપલબ્ધીઓ જોડાયેલી છે, કારણ કે તેઓ હમેંશા વિવિધ પડકારોનો સામનો કરીને આગળ વધ્યા છે. તેમણે સક્રિય સામાજીક જીવનમાં સફળતાની ઉન્નત ઉંચાઇઓ પ્રાપ્ત કરી છે, જે અનેક લોકોને જીવનમાં આગળ વધવા માટેની પ્રેરણા આપે છે.

અંત્યોદયની ઉન્નતિ

બનાસકાંઠામાં જળપ્રલય

સીમાદર્શન

યુવાનોને પ્રેરણા

સસ્તી અને સુગમ આરોગ્ય વ્યવસ્થા

પ્રત્યેક બાળકને શિક્ષણ

ગ્રામીણ રોજગારનું સર્જન

'વાદી' લોકોને પોતાના સમૂદાયમાં રહી શકે તે માટે પહેલ

‘વાદી’ સમુદાય એક એવુ સામૂહિક જૂથ છે જે ‘મદારી’ અને ‘સાપ પકડનારા’ તરીકે પણ ઓળખાય છે. હમેંશા વિચરતી રહેતો આ સમુદાય એક સાથે રહી શકે તે માટે ખાસ પહેલ કરીને ‘વાદી’ ગામ વસાવ્યુ છે. જેથી વાદી સમુદાયના લોકો પોતાનો વિકાસ કરી શકે અને સંતાનોને સારુ ભવિષ્ય આપી શકે. આ ગામ વસાવવા માટે શંકર ચૌધરીએ 8 એકરથી વધુ જમીન દાનમાં આપી હતી.

શંકર ચૌધરીના જીવન પર એક નજર

આ દેશને તમામ નાગરીકો માટે એક યોગ્ય અને રહેવા માટે ઉત્તમ સ્થળ બનાવવુ એ શંકર ચૌધરીનું મુખ્ય લક્ષ્ય છે. આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે શંકર ચૌધરીએ નિસ્વાર્થ રૂપે લોકોના ભલા માટે કામ કરવા પોતાની જાત સમર્પિત કરી દીધી છે. તેમણે દરેક પડકારનેે એક તકના સ્વરૂપમાં જોઈને સહર્ષ સ્વિકાર્યો છે.

પોતાની રાજકિય અને સામાજિક યાત્રામાં શંકર ચૌધરીએ લોકોનું જીવન સુધારવા માટેના તમામ પ્રયત્નોનું આગળ ચાલીને નેતૃત્વ કર્યુ છે.

શ્રી શંકર ચૌધરીના કર્તવ્ય પથ પર એક નજર

ભારતીય જનતા પાર્ટીમાં જોડાવ

લોકોના ભલા માટે નિઃસ્વાર્થ પણે કામ કરવાના સિદ્ધાંતને ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ સમર્પિત છે. પાર્ટીનું ધ્યેય એવા રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે કે જ્યાં તમામ લોકો પ્રત્યે સદભાવના અને સમાનતા હોય. આ ધ્યેયને સિદ્ધ કરવા માટે ભાજપના કાર્યકરો દિવસ-રાત કામ કરી રહ્યા છે.

ભાજપના કાર્યકરો છેવાડાના માનવી સુધી પહોંચવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યા છે. તો આવો, આપણે સહુ એક સાથે જોડાઈને આપણા આ મહાન દેશના વિકાસમાં ફાળો આપીએ.. ‘સબ કા સાથ, સબ કા વિકાસ’

અમારી સાથે જોડાવ

નવીનત્તમ માહિત મેળવો અને સફળતામાં તમારું યોગદાન આપોં